મોબાઈલમાં Word, Excel, PPT અને PDF ફાઈલો કેમ જોશો અને બનાવશો?

નમસ્કાર મિત્રો...
આપણે આગળની પોસ્ટમાં જોયુ કે કમ્પ્યુટરમાંથી Word, Excel, PPT ફાઈલને PDF કેમ બનાવવી? તે પોસ્ટ ન વાંચી હોય તો અહી ક્લિક કરો.
અહી આપણે શીખશું કે મોબાઈલમાં Word, Excel અને PPT ફાઈલો કેમ જોવી અને તેમાંથી PDF ફાઈલ કેમ બનાવવી?
સામાન્ય રીતે આવી MS Office ફાઈલ એન્ડ્રોઈડમાં ખુલતી નથી. તેના માટે તમારે WPS OFFICE એપ ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ લીંક નીચે આપેલ છે. સાથે તમે મોબાઈલમાંથી જ આવી નવી ફાઈલો પણ બનાવી શકશો. અને આ એપની મદદથી જ તમે ફાઈલને PDF માં સેવ પણ કરી શકો છો. આમ મોબાઈલમાંથી જ Word, Excel અને PPT ફાઈલની PDF સેવ કરી શકો. આમ WPS OFFICE એ મલ્ટી એપ તરીકે કાર્ય કરે છે. હું પોતે આ એપ વાપરું છું. ખાસ વાત એ છે કે ગુજરાતી ફોન્ટ પણ તેમાં સપોર્ટ કરે છે. તો આ એપ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.
■ WPS OFFICE એપ ડાઉનલોડ :-
→ Play Store માંથી :- ડાઉનલોડ
→ સીધી વેબસાઈટ પરથી :- ડાઉનલોડ
- એપની સાઈઝ 22.5 MB
→ટેક્નોલોજીની આવી તમામ પોસ્ટ જોવા :- અહી ક્લિક કરો
