અંગ્રેજી શીખવાની સૌથી બેસ્ટ એપ - Hello English

હેલ્લો...
આજ ફરી એપ્સના વિભાગમાં ખાસ પોસ્ટ એન્ડ્રોઈડ એપની મુકેલ છે. અંગ્રેજી એ અત્યારે વૈશ્વિક ભાષા બની ગઈ છે. તમને અત્યારે અંગ્રેજી ભાષા તો આવડવી જ જોઈએ. હાલમાં ગમે તે નામ અંગ્રેજીમાં જ લખાયને આવે છે. અંગ્રેજી આપણા જીવનમાં વણાય ગયેલ છે.
અંગ્રેજી શીખવું અઘરું છે. ઘણા લોકો એવુ માને છે. પણ તમારો સ્માર્ટ ફોન જ તમને અંગ્રેજી શીખાડે તો? હા, ખાસ કરીને અંગ્રેજી શીખવાની શરૂઆત કરતા લોકો અને બાળકો માટે આ ઉપયોગી એપ્લિકેશન છે. આ એપ છે Hello English એપ.
Hello English એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
■ આ એપની ખાસિયત :-
- એપમાં ગુજરાતી ભાષા પસંદ કરતા તે ભાષામાં માહિતી મળશે.
- નવું લેશન શીખવા માત્ર 15 મિનીટ આપો રોજ બસ.
- ઓડિયો અને ઉચ્ચાર સાથે માહિતી
- રોજ એક નવા શબ્દ વિશે જાણો
- તમે ભણેલ લેશનની પ્રેક્ટીસ માટે ટેસ્ટ અને ગેમ
- અંગ્રેજી શિક્ષકોને પુછી શકો તમારા પ્રશ્નો ઓનલાઈન
તો બાળકોને સરળતા અને મજાથી અંગ્રેજી શીખવવા માટે ડાઉનલોડ કરો આ એપ. તમામ વર્ગખંડ ઉપયોગી એપ માટે :- અહી ક્લિક કરો
- સૂચના :- અમુક ઉત્સાહી બ્લોગર મિત્રો દ્વારા આખુ લખાણ કોપી કરીને મુકાઈ છે. હવે તમે એપ શેર કરો પણ કોઈનું લખાણ ચોરી ન કરો અથવા કંઈક લખતા શીખો.
