ચુંટણીકાર્ડ, આધારકાર્ડ અને રેશનકાર્ડ વગેરેની ઓનલાઈન માહિતી એક જ ક્લિકમાં


લેખન - વિશાલ ગૌસ્વામી
નમસ્કાર મિત્રો...
ગણિત અને વિજ્ઞાન સાથે ટેક્નોલોજીની ઘણી બાબતો અહી મુકવામાં આવે છે. આ બાબતો શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને ઉપયોગી હોય છે.

આજ અહી ખાસ ઉપયોગી એવી માહિતી એટલે કે ઓનલાઈન લીંક લઈને આવ્યો છું. આ માહિતી તમામ માટે ઉપયોગી છે. આપણે રોજબરોજના જીવનમાં ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ વગેરેની જરૂર પડતી હોય છે. તો તેમની માહિતી ઓનલાઈન હવે તમે જોઈ શકો છો. હવે તો સ્માર્ટફોન અને ઈન્ટરનેટ સાથે તે સહેલું થઈ ગયુ છે. રોજબરોજ ઉપયોગી થાય તેથી આ પોસ્ટને સેવ કરીને રાખો. તો કઈ-કઈ વસ્તુઓ તમારા માટે છે? તેની માહિતી અને લીંક નીચે મુકેલ છે.

- આગળની તમામ ટેક્નોલોજીની પોસ્ટ જોવા :- ક્લિક કરો

(1). મતદારયાદીમાં તમારૂ નામ, ક્રમ નંબર, ભાગ નંબર શોધો. બસ તમારે જરૂર છે તમારા ચુંટણીકાર્ડ નંબરની. તે પણ નથી તો તમારા નામ પરથી પણ શોધી શકશો. નીચે ક્લિક કરો
**અહી ક્લિક કરો**

(2). તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન. નીચેની લીંક પર Go પર ક્લિક કરીને તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. પછી નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. ક્લિક કરો નીચે.
**અહી ક્લિક કરો**

(3). આધારકાર્ડનું Status જાણો. તમે આધારકાર્ડ તમારા નજીકના સ્થળ પરથી કઢાવ્યુ છે પણ તે ઘરે પોસ્ટ દ્વારા ના પણ પહોંચે. તો તમે જાણો કે આધારકાર્ડ બની ગયુ છે કે નહી. આ માટે 14 આકડાંનો રજીસ્ટ્રેશન નંબર જોશે જે તમને મળેલ હશે. ક્લિક કરો નીચે.
**અહી ક્લિક કરો**

(4). આધારકાર્ડને બેંક કે ગેસ કનેક્શન સાથે લીંક કરવા તમે તેની નકલ આપી હશે. તો લીંક થયુ કે નહી તે જાણવા નીચેની લીંક પર ક્લિક કરો. આ માટે તમારો આધારકાર્ડ નંબર જોશે.
**અહી ક્લિક કરો**

(5). તમારા પાનકાર્ડનું Status જાણો. ક્લિક કરો નીચે.
**અહી ક્લિક કરો**

તમને માહિતી ગમી હોય તો શેર કરજો. તમારી કોમેન્ટ નીચે જરૂર લખજો.
**ખાસ નોંધ** :- અહી જેટલી ઓનલાઈન માહિતી છે તે જ મુકેલ છે. તેના સિવાય રેશનકાર્ડ કેમ નીકળે? આધાર કાર્ડ કેમ નથી આવ્યો? આ બાબતનો ખ્યાલ નથી. તો આવા પ્રશ્નો ના પુછવા.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

2 ટિપ્પણી

  1. Rajesh Kachhiya
    Really superb info.....great work...!!!
  2. Rajesh Kachhiya
    Really superb info.....great work...!!!
  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List