આજ એક ખાસ પોસ્ટ આ લોકો માટે પણ - જરૂર વાંચો

નમસ્કાર મિત્રો...
પરિપત્રો અને વહીવટી મટીરીયલથી અલગ કાંઈક નવું કરવાની ઈચ્છા હતી. બ્લોગ બનાવ્યો પણ શું મુકવું તે વિચાર આવતો. પછી ગણિત-વિજ્ઞાનને કેન્દ્ર સ્થાને લઈને મે બ્લોગની શરૂઆત કરી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળતા રહે તે માટે ગુજરાતી ભાષામાં બ્લોગ શરૂ કર્યો. ખાસ આ બાબત તરફ માર્ગ ચિંધનાર બલદેવ પરી સાહેબ હતા. પછી મનોમંથન અને મહેનતથી કામ શરૂ કર્યું. જે હું વર્ગમાં ઉપયોગ કરુ તે સાહિત્ય બીજા શિક્ષકો માટે પણ બનાવું. બ્લોગને વેબસાઈટનું લુક મળ્યું. તેમના માટે એજ્યુસફર ટીમનો આભારી છું. મારા આ કાર્યને નવતર પ્રયોગ તરીકે સબમિટ કરાવ્યો. IIM અને તેમની ટીમનો ખૂબ આભાર તેમને મારા કામને નવી દિશા અને પ્રોત્સાહન આપ્યું અને રાજ્યના શ્રેષ્ઠ 15 ઈનોવેશનમાં સમાવ્યું. આ VISHAL VIGYAN વેબસાઈટ મારા ખ્યાલથી ગુજરાતી ભાષામાં ગણિત-વિજ્ઞાન મટીરીયલની ગુજરાતની પ્રથમ વેબસાઈટ હતી. અહી મારી વસ્તુઓ હું મુકુ છુ. તથા નવીન પ્રવૃતિ કરતા શિક્ષકોનું મટીરીયલ પણ શેર કરું છું. મારી મર્યાદા એ છે કે મારી પાસે કમ્પ્યુટર નથી. તમને જે માહિતી મળે છે તે એક મોબાઈલ દ્વારા બનાવીને મુકાય છે. હાલમાં પણ જીલ્લા ઈનોવેશન ફેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેના માટે સર્વે શિક્ષકો અને DIET-પોરબંદરનો આભારી છું. આ વેબસાઈટમાંથી પ્રેરણા લઈને મારા મિત્ર રામ જીગ્નેશ એ સામાજિક વિજ્ઞાનની વેબસાઈટ બનાવેલ છે અને ચંદન રાઠોડ સાહેબે વિજ્ઞાન વિશ્વ નામનો બ્લોગ બનાવ્યો છે જે આનંદની વાત છે. આ વેબસાઈટ એક એન્ડ્રોઈડ એપ તરીકે પણ આવી છે જેના માટે મદદ કરતા મિત્ર નરેશ ધાંકેચાનો પણ આભારી છું. મદદ કરતા બ્લોગર મિત્રો કિશોર પરમાર, આશિષ પટેલ, મનોજ મકવાણા, યશ ડોડીયા, મહેબુબ ખાનનો પણ આભાર જેવો આ વસ્તુને શિક્ષકો સુધી પહોચાડે છે. આ સર્વ કામમાં મારી રાજપુર પ્રા.શાળા, પોરબંદરના આચાર્ય, તમામ સ્ટાફ, CRC ના પૂરા સહયોગ બદલ તેમનો પણ આભારી છું. મારા તમામ મિત્રોના સહકારનો પણ આભાર અને અંતે આ બધી વસ્તુનો વર્ગમાં ઉપયોગ કરનાર આપ સૌ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરુ છુ.

- વિશાલપુરી ગૌસ્વામી
શ્રી રાજપુર પ્રા. શાળા, પોરબંદર
www.vishalvigyan.in

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List