રોબર્ટ નોર્ટન નોયસી વિશે


નમસ્કાર...
અમે લઈને આવીએ છીએ દર શનિવારે એક વૈજ્ઞાનિક વિશે. આ વખત રોબર્ટ નોયસી વિશે.

નીચેની માહિતી PDF માં ડાઉનલોડ કરવા :- ક્લિક કરો અહી

'સિલિકોન વેલીનો મેયર'' રોબર્ટ નોર્ટન નોયસી
કમ્પ્યુટર ક્ષેત્રે સેમી કન્ડકટર અને માઇક્રોચીપની શોધથી ક્રાંતિ આવી. માઇક્રોચીપ એટલે અંગૂઠાના નખ જેવડી ચિપમાં સેકડો ટ્રાન્ઝિસ્ટરનો સમાવેશ.
આ શોધથી ઇલેકટ્રોનિક સાધનો નાના કદના, વજનમાં હળવા અને ઝડપી બન્યા. માઇક્રોચિપની શોધ જેક કિલ્બી નામના વિજ્ઞાાનીએ કરેલી પરંતુ તેની સાથે તેના મિત્ર રોબર્ટ નોયસીનો પણ ફાળો હતો. તેણે ફેરચાઇલ્ડ સેમિકન્ડકટર અને ઇન્ટેલ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. તેને લોકો 'સિલિકોન વેલીનો મેયર' કહેતા.
રોબર્ટ નોયસીનો જન્મ અમેરિકાના આયોવા રાજ્યના બર્િંલગ્ટન ગામે ઇ.સ.૧૯૨૭ના ડિસેમ્બરની ૧૨ તારીખે થયો હતો. તેના પિતા ઉચ્ચ શિક્ષણ પામેલા ધર્મગુરુ હતા. રોબર્ટ બાળવયથી જ સર્જનાત્મકશક્તિ ધરાવતો હતો. ૧૨ વર્ષની ઉંમરે તેણે જાતે રમકડાનું વિમાન બનાવેલું અને વોશિંગ મશિનના ભંગારમાંથી પોતાની સ્લેજગાડીને ચલાવવા એન્જિન બનાવેલું. તેના માતાપિતા ધાર્મિક હતા. પરંતુ નોયસી મોટી ઉંમરે નાસ્તિક બની ગયેલો. રોબર્ટ આયોવાના ગ્રીનવિલે ખાતે પ્રાથમિક અભ્યાસ કર્યો હતો.
શાળામાં તે ગણિત અને વિજ્ઞાાનના તેજસ્વી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. ૧૯૪૫માં ગ્રીનવિલે કોલેજમાં દાખલ થયો. કોલેજમાં તે રમતગમત અને સંગીત કળામાં અગ્રણી રહેલો. રોબર્ટ તોફાની હતો. તેણે ગ્રીનવિલેના મેયરના ખેતરમાંથી ડુક્કરની ચોરી કરી હતી જેના બદલે તેને જેલની સજા થાત પરંતુ તેજસ્વી વિદ્યાર્થી હોવાથી તે બચી ગયેલો. કોલેજમાં તે ફિઝિક્સ ભણેલો.
ત્યારબાદ માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટયૂટમાં પીએચડી થવા જોડાયો. ઉચ્ચ અભ્યાસ કરીને તે કેલિફોર્નિયાની સેમિકન્ડક્ટર લેબોરેટરીમાં જોડાયો. ત્યાં તેને નોબેલ ઇનામ વિજેતા વિલિયમ શોકલી સાથે કામ કરવાની તક મળી. તેણે સેમિકન્ડકટર ક્ષેત્રે ઘણાં સંશોધનો કરેલાં ૧૯૬૮માં ઇન્ટેલ કંપનીની સ્થાપના કરી અને તેનો વિકાસ કર્યો. ૧૯૯૦ના જૂનની ૩જી તારીખે તેનું અવસાન થયું હતું.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List