ગણિતની વર્ક-શીટ - પોતાની ઓનલાઈન બનાવો અથવા ડાઉનલોડ કરો

લેખક :- વિશાલ ગૌસ્વામી
નમસ્કાર મિત્રો...
વેકેશનના ફ્રી સમયમાં ઈન્ટરનેટના ખૂણે ખૂણે ગૂગલીંગ કરતા એક સરસ વેબસાઈટ મળી આવેલ છે. આ વેબસાઈટમાં તમે તમારી પોતાની ગણિતની વર્ક-શીટ બનાવી શકો છો અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે આપી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં બીજા પેજમાં જવાબો પણ આપેલા હશે. હવે તમને તે બનાવતા નથી ફાવતું? તો કોઈ વાંધો નહી તમે તેમાંથી તૈયાર વર્ક-શીટ પણ ડાઉનલોડ કરી શકો છો.
અહી હું તે વેબસાઈટની સીધી લીંક મુકુ છું. તેમાં તેના ટાઈટલ આપેલ હશે. તેમાં ક્લિક કરતા ઉપર તૈયાર વર્ક-શીટ હશે તે PDF ફાઈલમાં ડાઉનલોડ કરી લો. તેની નીચે વર્ક-શીટ બનાવવાનો સોફ્ટવેર હશે. જેમાં તમારે કિંમત જ નાખવાની એટલે વર્ક-શીટ તૈયાર અને ડાઉનલોડ કરી લો.
ગણિત વર્ક-શીટ બનાવવા અને ડાઉનલોડ માટે :- આ લીંક પર ક્લિક કરો
તમારી વર્ક-શીટ કેવી બનશે તો તેના માટે મારી બનાવેલ વર્ક-શીટનો ફોટો નીચે મુકુ છું.

બીજી તમામ ઉપયોગી માહિતી માટે આ વેબસાઈટ જોતા રહો.
