Google Drive શું છે? ઉપયોગ અને ફાયદા તમામ માટે

લેખક :- વિશાલ ગૌસ્વામી
નમસ્કાર મિત્રો...
આપણી આસપાસ ઘણી નવી ટેક્નોલોજી છે. પણ અમુક લોકો આ નવી ટેક્નોલોજી અને સરળ ઉપયોગથી અજાણ છે. આથી મારા લેખ વિભાગમાં હું તમારી માટે આવા લેખ લેતો આવીશ.
આજ હું તમારી સમક્ષ વાત કરીશ એક શૈક્ષણિક રીતે ઉપયોગી tool ની તે છે Google Drive. તે બધાને ઉપયોગી છે. તો પહેલા તો Google Drive છે શું? તે એક Cloud Storage માટેનું એક tool છે જેમાં તમે તમારી કોઈપણ ફાઈલને અપલોડ કરી અને સેવ કરી રાખી શકો છો. એટલે ફાઈલને ઓનલાઈન સેવ રાખવી. પછી તેને શેર પણ કરી શકો. આ Google ની સેવા છે અને ફ્રી છે. તમારી પાસે માત્ર Gmail નું આઈડી હોવું જોઈએ. તો તમે તેનો ઉપયોગ કરી શકો.
◆ Google Drive નો ઉપયોગ કેમ કરશો? :-
- કમ્પ્યુટરમાં તમે નેટ ચાલુ કરી અને http://drive.google.com નાખી તેની વેબ ખોલી શકો. અંદર જવા તમારું ઈ-મેઈલ અને પાસવર્ડ દાખલ કરો. હવે કમ્પ્યુટરની જેમ જ ફોલ્ડર પણ બનાવી શકો અને કરો અપલોડ તમારી ફાઈલ. હવે તો એન્ડ્રોઈડ ફોનમાં પણ એપ તરીકે Drive આવે છે તો તેમાંથી અપલોડ કરી શકો. તમારુ Gmail આઈડી જોશે બસ.
◆ Google Drive નો ફાયદો :-
- તમારો કોઈપણ જરૂરી ફાઈલ સાથે લઈ જવાની જરૂર નહી. સ્કેન કરી અપલોડ કરો અને જોઈએ ત્યારે વેબથી કે મોબાઈલથી ડાઉનલોડ અને પ્રિન્ટ કાઢી લો.
- મોબાઈલ કે કમ્પ્યુટરમાં ફાઈલ કોઈ કારણસર Delete થવાનો ભય રહે છે. પણ અહી તે સુરક્ષિત રહેશે.
- મોબાઈલની ફાઈલને કમ્પ્યુટરમાં નાખવા મોબાઈલમાં Drive માં અપલોડ કરો અને કમ્પ્યુટરમાં વેબમાંથી drive ખોલી ત્યાથી ડાઉનલોડ કરી શકાય.
- ફાઈલને પાસવર્ડ આપી દો તો કોઈ જોઈ શકે નહી અને કોઈ ખાસ વ્યક્તિને મોકલવા માટે તેના ઈ-મેઈલથી જ તે લીંક ખોલી શકશે તેવી સુવિધા પણ છે. અહી શેર કરશો તો લીંક બનશે અને તે સામેની વ્યક્તિ ઈ-મેઈલ નાખીને જ ખોલી શકે.
- મિત્રો દૂર છે તેને ફાઈલ શેર કરી મોકલી શકો અથવા બ્લોગ પર મુકી શકો.
◆ Google Drive બ્લોગરો માટે ઉપયોગી :-
- ઘણા બ્લોગર મિત્રો ફાઈલ શેર માટે Dropbox કે Box નો ઉપયોગ કરે પણ ડાઉનલોડ વખતે લોકોને મુશ્કેલી થાય છે. તેના કરતા Drive માં અપલોડ કરો. પણ હવે સીધી ડાઉનલોડ લીંક કેમ બનાવશો તો તે અંગેની પોસ્ટ હવે આવતા રવિવાર સુધીમાં મુકાવામાં આવશે. તો ત્યા સુધી રાહ જુઓ.
બીજા ટેક્નોલોજીના મારા તમામ લેખો માટે :- અહી ક્લિક કરો
