તમારી પોતાની એન્ડ્રોઈડ ક્વિઝ ગેમ કેમ બનાવશો ?

લેખક - વિશાલ ગૌસ્વામી
તમે મારી બનાવેલ GTU CCC QUIZ અને GENERAL SCIENCE ગેમ જોઈ છે. તમને એવો પ્રશ્ન થશે કે આ ગેમ કઈ રીતે બનાવેલ છે? શું તેના માટેનો કોઈ સોફ્ટવેર હશે? કોઈ કોડીંગ કરવું પડતું હશે?
પણ ના, તમે કોઈપણ સામાન્ય ઈન્ટરનેટ વાપરતા લોકો પણ આવી રીતે ક્વિઝ ગેમ બનાવી શકે છે. આ માટે એક ખાસ વેબસાઈટ છે www.appsgeyser.com. તેમા ઘણી એપ બને છે. પણ ક્વિઝ એપ બનાવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો સીધુ.
http://www.appsgeyser.com/create-quiz-app/
(નીચે ફોટો આપેલ છે)
- ત્યારબાદ ખુલતા પેજમાં ચાર વિકલ્પ વાળા પ્રશ્નો ટાઈપ કરી શકો છો. ગુજરાતીમાં ટાઈપ કરવા Shruti Font ની જરૂર પડશે.
- નવા પ્રશ્ન માટે New Question પર ક્લિક કરી નવા પ્રશ્ન પર જાવ. એકસાથે ઘણા પ્રશ્નો મુકી શકો.
- એપનું નામ અને ડીસ્ક્રીપશન લખો.
- દરેક પ્રશ્નમાં add image પર જઈ ફોટો પણ મુકી શકો છો.
- તમારા એપનો icon અને background માટે ફોટો અપલોડ કરો.
- છેલ્લે Create App પર ક્લિક કરો ત્યારે તમારું account જોશે. તે માટે તમારું E-mail id અને નવા ગમે તે પાસવર્ડ નાખીને Account બનાવો. E-mail માં જઈને તે confirm કરો.
- હવે એપ ડાઉનલોડ કેમ કરશો તો તેના માટે Dashback માં જવુ પડશે.
- જો સીધી એપ ડાઉનલોડ કરવી તો નીચેની લીંકમાં ફેરફાર કરી કરો.
http://files.appsgeyser.com/YOUR%20APP%20NAME.apk
અહી Your App Name માં તમે રાખેલ નામ આવશે.
નોંધ:- ઉપરની લીંકમાં જો તમે રાખેલ નામમાં space હશે તો વચ્ચે %20 આવશે. દા.ત. VISHAL VIGYAN નામ હોય તો ઉપરની લીંકમાં VISHAL%20VIGYAN.apk એમ આવશે.
- તમે પણ ક્વિઝ ગેમ બનાવો અને મોકલો અમને vishalgauswami11@gmail.com પર. અમે તમારા નામથી અપલોડ કરશું.
- વેબસાઈટનો ફોટો નીચે મુજબ છે.

