તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી OnlineTyari એન્ડ્રોઈડ એપ-એકદમ ફ્રી

લેખક :- વિશાલ ગૌસ્વામી
શું તમે TET-TAT-HTAT-GPSC-SSC-SBI-CTET-JEE-IAS આવી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ???
તો તમારા એન્ડ્રોઈડ ફોનથી જ તમે તૈયારી કરી શકો છો. તે પણ એકદમ ફ્રી. બસ ઈનસ્ટોલ કરો આ GK અને કરંટ અફેરની એપ તમારા મોબાઈલમાં. એપનું નામ OnlineTyari છે. હું પણ આ એપનો ઉપયોગ કરું છું. આ એપના ફીચર અને ફાયદા મારા મત મુજબ નીચે પ્રમાણે છે :-
1. હિન્દી અને અંગ્રેજી બે ભાષામાં
2. તમામ પરીક્ષાના કોર્ષ મુજબ તૈયારી.
3. પ્રશ્નના જવાબ સાથે તેના વિશેનું ટૂંકુ લખાણ.
4. લેટેસ્ટ કરંટ અફેરના પ્રશ્નો. જે નેટ ચાલુ કરતા જ અપડેટ થાય છે.
5. આ એપ તમે ઓફલાઈન પણ વાપરી શકો.
6. ફ્રી મોક ટેસ્ટ. જેનાથી તમે તમારું જ્ઞાન ચકાસી શકો.
Onlinetyari એપ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
- એપ ચાલુ કરી પછી શું કરશો ???
એપ ચાલુ કરો ત્યારે ભાષા અને કોર્ષ પસંદ કરવાના. પછી તમારા પ્રશ્નો સેવ થવા માટે મેમરી કાર્ડ પસંદ કરો. પછી તમારા ઈ-મેઈલથી રજીસ્ટર થાવ. જો રજીસ્ટર ન થવું હોય તો Try without log in માં જાવ. પ્રથમવાર પ્રશ્નો ડાઉનલોડ થશે પછી વાંચી શકશો ઓફલાઈન પણ.
નોંધ :- આ એપનું જૂનું વર્ઝન છે. પણ નવા વર્ઝનથી સારું છે. જો પ્લે-સ્ટોરમાંથી કરશો તો નવા વર્ઝન મળશે. ઉપરની લીંક ડાયરેક્ટ ડાઉનલોડની છે. ડાઉનલોડ પછી ઈનસ્ટોલ પણ કરવાનું ના ભૂલાય.
- એપના Screenshots :-


તમને આ એપ ખૂબ ઉપયોગી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગણિતની ટૂંકી રીતો PDF માં મુકવામાં આવશે.
