મોબાઈલમાંથી એનિમેશન વિડીયો કેમ બનાવશો ?

લેખક :- વિશાલ ગૌસ્વામી
હેલ્લો...
મે અગાઉની પોસ્ટસ્ માં એનિમેશન વિડીયો બનાવીને મુકેલા છે. ઘણા મિત્રો દ્વારા એવું પુછવામાં આવ્યું કે તમે કમ્પ્યુટરના ક્યા સોફ્ટવેરથી આવા સરસ એનિમેશન બનાવ્યા. પણ તે એનિમેશન મે મારા એન્ડ્રોઈડ મોબાઈલમાંથી બનાવેલ હતા.
હવે કઈ રીતે??? તો તેના માટે 2 સરસ એપ્સ છે. 1. Tellagami અને 2. Zoobe. આ બંને એપ્સની મદદથી તમે તમારો એનિમેશન વિડીયો બનાવી શકો છો. ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવા નીચે જુઓ.
1. Tellagami :- ડાઉનલોડ અને ઈનસ્ટોલ
- આ એપની મદદથી બે પ્રકારના પાત્રો લઈને એનિમેશન બનાવી શકાય.
2. Zoobe :- ડાઉનલોડ અને ઈનસ્ટોલ
- આ એપ ઉપરની એપ કરતા વધુ આકર્ષક છે. વધુ પાત્રો અને બેકગ્રાઉન્ડમાં પણ તેની મેળે ફેરફાર થાય છે.
- બંને એપને વાપરવાની રીત સરખી જ છે. પહેલા તમારા વિડીયો માટે પાત્ર પસંદ કરો. તેમા અવાજ રિર્કોડ કરી થોડી પ્રક્રીયા બાદ બની જશે એનિમેશન વિડીયો. અહી ફ્રી એપ્સ. અહી તમે 30 સેકન્ડ સુધીનો જ વિડીયો અને રીકોર્ડ કરી શકો.
જોતા રહો આ વેબસાઈટ
