ત્રિકોણમિતિ વિશે



My Article સેક્શનનો ત્રીજો લેખ મુકૂ છું. તમારી કોમેન્ટ અવશ્ય લખજો.
લેખક :- વિશાલ ગૌસ્વામી

NEW :- આ લેખ PDF ફાઈલમાં ડાઉનલોડ કરવા - અહીં ક્લિક કરો

● ત્રિકોણમિતિ ●
ત્રિકોણમિતિ શબ્દ બે શબ્દોનો બનેલ છે. ત્રિકોણ અને મિતિ. તેનો સામાન્ય અર્થ ત્રણ ખૂણાવાળી આકૃતિ અને મિતિ એટલે માપ. આમ ત્રિકોણના ખૂણાઓનું માપ અને તેનું શાસ્ત્ર.
આ માટે સમકોણ ત્રિકોણનો ઉપયોગ થાય છે. જેમા તેની બાજુઓ અને ખૂણાઓનો અભ્યાસ થાય છે.
જેમાં સામાન્ય રીતે એક ખૂણો 90 અને બાકીના બે લઘુકોણ હોય છે. તેના પરથી ત્રણ ત્રિકોણમિતિય વિધેયોની રચના કરાઈ. આ ત્રણ વિધેયો સાઈન(sin), કોસ(cos) અને ટેન(tan) હતા. તેના પરથી તેનો વ્યસ્ત કરતા બીજા ત્રણ વિધેયો મળે છે. તે છે કોસેક(cosec), સેક(sec) અને કોટ(cot). આ વિધેયો એક ખાસ પ્રકારના સૂત્રથી બનેલ છે.

કાટકોણ ત્રિકોણમાં ત્રણ પ્રકારની બાજુઓ હોય. તેમા કોઈ ખૂણો લો તો તેની સામેની બાજુ, તેની પાસેની બાજુ અને કર્ણ કે જે કાટખૂણા સામે હોય.
બધાના સૂત્રો નીચે મુજબ છે.


કોઈ A ખૂણા માટે...

sin A = સામેની બાજુ / કર્ણ

cos A = પાસેની બાજુ / કર્ણ

tan A = સામેની બાજુ / પાસેની બાજુ

cot A = પાસેની બાજુ / સામેની બાજુ

sec A = કર્ણ / પાસેની બાજુ

cosec A = કર્ણ / સામેની બાજુ

આમ બાજુના માપ પરથી આ વિધેયો મળે છે. તેમના વચ્ચે હજી ઘણા સંબંધો છે તેની ચર્ચા આગળના લેખમાં કરશું
ત્રિકોણમિતિ આ છ વિધેયો સાથે સંકળાયેલ ગાણિતીક શાખા છે.
ત્રિકોણમિતિનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થાય છે.

આ વિધેયોના માપ વિવિધ ખૂણાઓ માટે. નીચે જુઓ.


2 જુના લેખ માટે :- અહીં ક્લિક કરો

બીજા લેખો માટે અમારી વેબસાઈટ www.vishalvigyan.in જોતા રહો.

તમને કદાચ આ પોસ્ટ ગમશે

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>

Label Cloud

Label List